"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."
Showing posts with label દિન વિશેષ. Show all posts
Showing posts with label દિન વિશેષ. Show all posts

Wednesday, 21 August 2019

વાર્ષિક દિન વિશેષ

નમસ્કાર મિત્રો,


Image result for દિન વિશેષ


આ વિભાગમાં મારા મિત્ર મનીષાબેન કિરણસિંહ ચાવડા, હાલોલ દ્વારા બારે માસના દિન વિશેષ બનાવવામાં આવ્યા છે. નીચે આપેલી લિંક ક્લિક કરવાથી તમારી સામે બારે માસ ખુલશે. આ માસ પર ક્લિક કરવાથી જે-તે માસનું કેલેન્ડર ખુલશે. આ કેલેન્ડર પર જે-તે તારીખ પર ક્લિક કરવાથી તે દિવસનું દિન વિશેષની સંપૂર્ણ માહિતી મળી જશે. આ દિન વિશેષની માહિતી મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

Tuesday, 26 June 2018

દિન વિશેષ

નમસ્કાર મિત્રો, 


આ વિભાગમાં શ્રી વસંત તેરૈયા સાહેબ દ્વારા દિન મહિમા માટે તૈયાર કરાયેલા વિડીયોઝનું કલેક્શન મૂકું છું. જેનો તમે દિન વિશેષ તરીકે ઉપયોગ કરી શકશો. આ દિન મહિમા દરેક મહિના તથા દરેક દિવસ માટેનું છે. બીજું આ બધા ખૂબ જ નાના નાના વિડીયો છે. જેનો તમે બાળકો માટે ખાસ ઉપયોગ કરશો. અત્યારે તમે આવતીકાલની તારીખથી જોઈ શકશો. પણ થોડા સમયમાં દરેક દિવસ માટેના અપલોડ કરી દઈશ. જેથી તમે બ્લોગની નિયમિત મુલાકાત લેતા રહેશો.   

જૂન મહિનો






જુલાઈ મહિનો

જુલાઈ ૧ - શ્રી વિધાનચંદ્ર રાય                                                      















જુલાઈ ૧૭ - શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક                                                       


















Friday, 13 April 2018

ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર : તા - ૧૪/૦૪/૨૦૧૮ અને શનિવાર


જન્મ - 14 એપ્રિલ, 1891 
મૃત્યુ - 6 ડિસેમ્બર, 1956 

"અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે
જે તરફ નીકળી જશુ  ત્યાં જ રસ્તો બનાવી લઈશુ"

આ જ પંક્તિ ડો.  આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતિક છે. તે અનન્ય કોટિના નેતા હતા, જેમણે પોતાનું આખુ જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધુ. ખાસ કરીને ભારતના 80 ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા. તેમને અભિશાપથી મુક્ત કરવાનો ડો. આમ્બેડકરના જીવનનો મૂલ મંત્ર હતો. 

14 એપ્રિલ 1891માં મહુમાં સૂબેદાર રામજી શંકપાલ અને ભીમાબાઈની ચૌદમી સંતાનના રૂપમાં ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ થયો. તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા, બુધ્ધિમાન, ઈમાનદારી, સત્યતા, નિયમિતતા, દ્રઢતા, પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મણિકાંચન મેળ હતો. સંજોગવશ ભીમરાવ સાતારા ગામના એક બ્રાહ્મણ શિક્ષકને ખૂબ ગમ્યા. તેઓ અત્યાચાર અને લાંચનના તીવ્ર તડકામાં ટુકડો વાદળની જેમ ભીમને માટે માઁનો પાલવની છાયા બની ગયા બાબા સાહેબે કહ્યુ - વર્ગહીન સમાજ રચતા પહેલા સમાજને જાતિવિહિન કરવો પડશે. સમાજવાદ વગર દલિત-મહેનતી માણસોની આર્થિક મુક્તિ શક્ય નથી. 

ડો. આંબેડકરનો અવાજ ગૂંજી ઉઠ્યો -'સમાજને શ્રેણીવિહીન અને વર્ણવિહીન કરવો પડશે. કારણ કે શ્રેણીએ માણસને ગરીબ અને વર્ણએ માણસને દલિત બનાવી દીધો. જેની પાસે કશુ નથી, તેવા લોકો ગરીબ મનાય છે. અને જે કશુ નથી તેઓ દલિત સમજાય છે. 

બાબા સાહેબને સંઘર્ષનું બ્યુગલ વગાડીને આહ્વાન કર્યુ, 'છીનવેલા અધિકારો ભીખમાં નથી મળતા, અધિકાર વસૂલ કરવાનો હોય છે. તેમણે કહ્યુ કે 'હિન્દુત્વનું ગૌરવ વધારનારા વશિષ્ઠ જેવા બ્રાહ્મણ, રામ જેવા ક્ષત્રિય, હર્ષ જેવા વૈશ્ય અને તુકારામ જેવા શુદ્ર લોકોએ પોતાની સાધનાનું પ્રતિફળ જોડ્યુ છે. તેમનું હિન્દુત્વ દીવાલો વચ્ચે બંધ નથી પણ, ગ્રહિષ્ણુ, સહિષ્ણુ અને ચલિષ્ણુ છે. 

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવ  આંબેડકરને મેધાવી વિદ્યાર્થીના નાતે શિષ્યવૃત્તિ આપીને 1913માં તેમને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા મોકલી દીધા અમેરિકામાં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, માનવ વિજ્ઞાન, દર્શન અને અર્થ નીતિનો ઉંડો અભ્યાસ બાબા સાહેબે કર્યો હતો. ત્યાં ભારતીય સમાજનો અભિશાપ અને જન્મસૂત્રથી મળતી અસ્પૃશ્યતા નહોતી. તેથી તેમને અમેરિકામાં એક નવી દુનિયાના દર્શન થયા. ડો, આમ્બેડકરે અમેરિકામાં એક સેમિનારમાં 'ભારતીય જાતિ વિભાજન' પર પોતાનો પ્રખ્યાત શોધ-પત્ર વાચ્યો, જેમાં તેમના વ્યક્ત્તિત્વની ચારેબાજુ પ્રશંસા થઈ. 

ડો. આંબેડકર સિવાય ભારતીય સંવિધાનની રચના માટે કોઈ બીજો વિશેષજ્ઞ ભારતમાં નહોતો. તેથી સર્વસમ્મતિથી ડો. આંબેડકરને સંવિધાન સભાની પ્રારુપણ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. 

સમતા સમાનતા અને સ્‍વતંત્રતા માટે જીવનભર ઝઝૂમનાર બાબાસાહેબના હુલામણા નામથી પ્રસિદ્ધ ભારતીય બંધારણના ઘડવૈયા, અર્થશાષા અને કાયદાના પ્રકાંડ પંડિત, પ્રખર દેશભકત, અસ્‍પૃશ્‍ય અને મહિલાઓના મુકિતદાતા, ભારતરત્‍ન ડો. ભીમરાવ આંબેડકરનો જન્‍મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ના મધ્‍યપ્રદેશમાં મહુની લશ્‍કરી છાવણીમાં થયો હતો. રામજી શકપાલ અને ભીમાબાઇના ૧૪માં સંતાન તરીકે જન્‍મેલા ભીમરાવ નાનપણથી જ અસ્‍પૃશ્‍યતાના લીધે અપમાન અને અવમાનનાનો ભોગ બનતા રહ્યા હતાં. સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારની હિંસક, અહિંસક, ક્રાંતિઓ તથા માનવીય હકકો માટેની લડાઇઓ અને સત્‍યાગ્રહો થયા છે. સત્તા પરિવર્તન, વિચાર પરિવર્તન તથા આઝાદી માટેના આંદોલનો અને ક્રાંતિઓ થયેલ છે, પરંતુ ભારત જેવા દેશમાં માણસે પીવાના પાણી માટે કે જે પશુ પક્ષીઓને પણ સહેલાઇથી મળી રહે છે તેના માટે ડો. બાબાસાહેબે સત્‍યાગ્રહ કર્યો હતો.

બાબાસાહેબ સ્ત્રીને સમાજનું આભૂષણ ગણાવતા હતા. તેમના મતે કોઇપણ સમાજના ઉત્‍થાન અને પતનની પરાશીશી તેસમાજના નારીના ઉત્‍થાનથી નક્કી કરી શકાય છે. માટે જ તેમણે ભારતીય સમાજ વ્‍યવસ્‍થામાંસ્ત્રીઓની જે પશુવત દશા જોઇ, અનુભવી તેનાથી દ્રવિત થઇ તેમની મુકિત માટે આજીવન લડત ચલાવતા રહ્યા. એટલું જ નહિ બંધારણીય કાયદાઓ દ્વારા પણ સ્ત્રીઓને રક્ષણ આપી સ્ત્રીઓની મુકિત માટે સમાનતા અને સ્‍વતંત્રતા માટે હિન્‍દુ કોડ બિલની રચના કરી. ભારતમાં મહિલા મુકિતના મશાલચી મહાત્‍મા જયોતિરાવ ફૂલેના અનુયાયી એવા ડો. આંબેડકર પણ નારી મુકિતના પ્રખર હિમાયતી બની રહ્યા હતાં.
 
પોતાની તંદુરસ્‍તીની પરવા કર્યા વગર રાત દિવસ જોયા વગર પ્રબળ પરિશ્રમ કરી તૈયાર કરેલા હિન્‍દુ કોડ બિલનો કરૂણ રકાસ થયો. હિન્‍દુ સમાજને એક સંહિતાએ સાંકળવાનું તેમનું સપનું ભાંગી પડયું. હિન્‍દુ કોડ બિલની પીછેહઠથી બાબાસાહેબ ખૂબ વ્‍યથિત થયા અને નારી મુકિતના યજ્ઞમાં પોતાના પ્રધાનપદની આહુતિ આપી દીધી.

ડો.  આંબેડકરનું લક્ષ્ય હતુ - 'સામાજિક અસમાનતા દૂર કરીને દલિતોના માનવધિકારની પ્રતિષ્ઠા કરવી. ડો.  આંબેડકર ઉંડા-ગંભીર અવાજમાં સાવધાન કર્યા હતા ' જાન્યુઆરી 1950મા આપણે પરસ્પર વિરોધી જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે. અમારા રાજનિતિક ક્ષેત્રમાં સમાનતા રહેશે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં અસમાનતા રહેશે. જેટલું જલ્દી થઈ શકે ત્યારે આપણે આ એકબીજાના વિરોધને દૂર કરવો પડશે. નહિ તો અસમાનતાના શિકાર થઈશુ. તે આ રાજનીતિક ગણતંત્રના ઢાઁચાને ઉડાવી દેશે. ડો. આંબેડકર એક નાયક, વિદ્વાન, દાર્શનિક, વૈજ્ઞાનિક, સમાજસેવી અને ધૈર્યવાન વ્યક્તિત્વના માલિક હતા. તેમની અદ્વિતીય પ્રતિભા અનુકરણીય છે.

ઈડરના એક શિક્ષક દ્વારા આંબેડકર ચાલીસાની રચના કરવામાં આવી છે. આ ચાલીસાની રચના કરવામાં તેમને છ મહિના (૬ મહિના) જેટલો લાંબો સમય લાગ્યો છે. જેમાં આંબેડકરજીનું સંપૂર્ણ જીવન આવી જાય છે. આ આંબેડકર ચાલીસા ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.


આંબેડકર પર સુંદર ફિલ્મ પણ બનેલી છે. આ ફિલ્મ જોવા અને ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો. ખૂબ ખૂબ સુંદર ફિલ્મ છે. ખાસ જુઓ, સમજો અને મિત્રોને પણ શેર કરો.



Wednesday, 14 March 2018

સ્ટિફન હોકિંગ



સ્ટિફન હોકિંગ

ક્વાંટમ ફિઝિક્સ, બ્લેક હોલ, સ્પેસ અને બ્રહ્માંડ સાથે જોડાયેલ રહસ્યો જાણવા જેટલા રોચક હતાં તેટલા જ મુશ્કેલ પણ છે. પરંતુ એક વૈજ્ઞાનિક આવ્યો, ભયાનક શારિરીક બીમારીમાં સપડાયેલો અને વ્હીલચેર પર બેઠા બેઠા જ તેણે અંતરિક્ષ સાથે જોડાયેલા જુના સિદ્ધાંતોને ચેલેન્જ કર્યા હતાં. પરંતુ આજે 76 વર્ષની ઉંમરમાં તેની બીમારીએ તેને હરાવી દીધો. વિચારવા જેવી વાત છે કે આખી દુનિયાને ફિઝિક્સ સાથે જીવવાનું શીખવીને સ્ટીફન મોતથી હારીને પણ જીતી ગયા.


કદાચ તમે આ વૈજ્ઞાનિકના કામ વિશે વધારે ન જાણતાં હોવ પરંતુ આ તસવીર તમે ઘણી વાર જોઈ હશે. તેમણે આધુનિક વિજ્ઞાનના પોસ્ટર બોય માનવામાં આવતાં હતાં. તેની પાછળનું કારણ એ હતું તે તેઓ ઈચ્છતા હતાં કે વધારેમાં વધારે લોકો જાણી શકે કે ફિઝિક્સ અને એસ્ટ્રોનોમીની દુનિયામાં શું નવું શોધાઈ રહ્યું છે.



પોતાની બીમારીથી ક્યારેય ન હારનાર આ વૈજ્ઞાનિકે થોડા દિવસો પહેલા જ એક સમિટમાં કહ્યું હતું કે, સારૂં થયું મારૂં શરીર બીમાર થઈ ગયું. આ બીમારી પહેલા હું જીવનથી ઘણો કંટાળી ગયો હતો. આ બીમારી પછી મને રોજ એક નવા પડકારનો સામનો કરવા મળ્યો.



8 જાન્યુઆરી 1942ના ઓક્સફોર્ડમાં જન્મેલ સ્ટિફનના પિતા રિસર્ચ બાયોલોજીસ્ટ હતાં અને માતા ઈકોનોમીની સ્ટૂડન્ટ હતી. પરંતુ દ્વીતિય વિશ્વ યુદ્ધના કારણે તેમને માતા સાથે લંડન જવું પડ્યું. તેમને બાળપણમાંથી જ ફિઝિક્સ અને એસ્ટ્રોનોમી અંગે રૂચિ વધારે હતી. તેઓએ ગ્રેજ્યુએશનમાં ફિઝિક્સમાં ટોપ કર્યા પછી કોસ્મોલોજી ભણવા કેમ્બ્રિઝ પહોંચી ગયા હતા. આ દરમિયાન તે પોતાની પહેલી પત્ની જેન વાઈલ્ડને મળ્યાં. પરંતુ આ દરમિયાન હોકિંગનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું.



એક દિવસ જ્યારે તેઓ કોલેજના દાદરા ઉતરી રહ્યાં હતાં ત્યારે પડી ગયાં. ડોક્ટરે તેમની માંસપેશીઓમાં કાંઈક સમસ્યા જણાવી અને વધારે તપાસ કરતાં ખબર પડી કે તેમને ALS એટલે અમાયોટ્રોફિક લેટરલ સ્કલેરોસિસ છે. તેમના આખા શરીરમાં લકવો થઈ ગયો અને તે વ્હીલ ચેર પર આવી ગયાં. 1964માં તેમને ડોક્ટરોએ જીવવા માટે માત્ર બે ત્રણ વર્ષ કહ્યાં હતાં. આ બીમારી દરમિયાન તેમણે જેન સાથે લગ્ન કર્યા અને તેમણે 3 બાળકો થયાં. તેમણે 1988માં તેમની પુસ્તક 'અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' પણ લખી નાંખી હતી. આ પુસ્તક તે વખતની બેસ્ટ સેલર હતી.



તેઓ માત્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં જ નહીં પરંતુ ટીવી શો અને સિરિયલ્સનો ભાગ બનતાં રહ્યાં. તે તેમના સિંથેટીક અવાજ અને ખાસ અંદાજ માટે જાણીતા બન્યાં હતાં.



હોકિંગે આખી ઉંમર બ્લેક હોલ્સ પર કામ કરતા રહ્યાં. તેમણે જુની માન્યતાને ખોટી ગણાવીને શોધ્યું હતું કે બ્લેક હોલ એક કિરણો કે રેડિયેશન નીકાળે છે જેને પછી હોકિંગ રેડિયેશન તરીકે પણ ઓળખવામાં આવ્યું હતું. હોકિંગનું સૌથી વધારે પ્રસિદ્ધ કામ છે તે છે 'ધ થિયરી ઓફ એવ્રીથિંગ'.


હોકિંગના જીવન પર આધારિત હોલિવૂડ ફિલ્મ 2014માં રિલીઝ થઈ હતી. જેનું નામ હતું ધ થિયરી ઓફ એવ્રીથિંગ. હોકિંગ હંમેશા કહેતા કે, 'ઈશ્વરને એવો ખેલ પસંદ છે તે એવા સમયે પોતાના પાસા ફેંકે છે જ્યારે તેને કોઈ જોતું નથી.'

આવા મહાન વૈજ્ઞાનિક તારીખ : ૧૪ માર્ચ, ૨૦૧૮ ના રોજ દેવલોક પામ્યા છે. તો આપણે સૌ તેમના સહકારને જીવનભર યાદ રાખીશું.

સ્ટિફન હોકિંગ વિશે વધારે માહિતી માટે મારા મિત્ર શ્રી વિશાલપુરી ગોસ્વામીએ એક વિડીયો બનાવ્યો છે. આ વિડીયો જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.


Thursday, 1 March 2018

દિન વિશેષ : હોળી : તા - ૦૧/૦૩/૨૦૧૮ અને ગુરુવાર


દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. 
 
હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં,હોળીને ‘હુતાસણી’થી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે. 
 
હોળી આવતા લોકો ખુબ ઉત્સાહિત થઇ જાય છે . વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં  હોય છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે. એટલે તો હોળીને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 
 
હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકીને હોળી પ્રગટાવવામાં આવે છે. 
 
લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું  પૂજન કરે છે.  ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે, અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. 
 
હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા  પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી, રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે.  કેટલાક લોકો આ દિવસોએ ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે. બોલીવુડની ફિલ્મી દુનિયાની જાણીતી હસ્તીઓ પણ ધુળેટીના રંગોમાં રંગાવાથી બાકાત રહેતી નથી. ”રંગબરસે,ભીગે ચુનરવા” જેવાં ગીતો ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. 
 
હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ . 
 
હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર,હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો.એને  બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં’.આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો.તેને મારવો એ લગભગ અસંભવ થઇ ગયું.આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો.સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. 
 
હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર,પ્રહલાદ,ભગવાન વિષ્ણુનો ભક્ત હતો.એને   કંઇ કેટલાં ય પ્રલોભનો તથા ડર બતાવી એણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી.તેણે પ્રહલાદને મારવા માટે પણ બહું જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા.છેવટે પ્રહલાદને મારી નાખવાના  ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી,અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો.હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી.અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી,આથી હોલિકા અગ્નિમાં બળીને  ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. 
 
પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધની કથા આવે છે,જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કરે છે.આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ એટલે હોળી મનાવવામાં આવે છે.

Monday, 19 February 2018

દિન વિશેષ : તા - ૧૯/૦૨/૨૦૧૮ અને સોમવાર

છત્રપતિ શિવાજી જયંતિ


આ મહાન શૂરવીરની યશગાથા જાણવા અહીં ક્લિક કરો.

શિવાજીનું હાલરડું ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 

શિવાજીનું હાલરડું


આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (૨)
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત

Tuesday, 23 January 2018

દિન વિશેષ : સુભાષચંદ્ર બોઝ જયંતિ - નેતાજી જયંતિ - તા : ૨૩/૦૧/૨૦૧૮ અને મંગળવાર


સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે 'જય હિન્દ' જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતુ. ગાંધીજીએ સુભાષ બાબુને 'દેશભક્તોના દેશભક્ત'નુ બિરુદ આપ્યુ હતુ. કહેવાય છે કે, જો ભાગલા વખતે સુભાષચંદ્ર હોત તો ભારતને વિભાજનનો માર વેઠવો ન પડત આ વાતનો સ્વીકાર ખુદ ગાંધીજીએ પણ કર્યો હતો. 

Monday, 22 January 2018

દિન વિશેષ : વસંત પંચમી

વસંત પંચમી : તા - ૨૨/૦૧/૨૦૧૮ અને સોમવાર



નિસર્ગનું યૌવન એટલે વસંત પંચમી

જોવુ હોય તો વસંત પંચમીથી કુદરતને ધ્યાનથી નિહાળવી શરૂ કરો. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ, સૌંદર્યની લહાણ કરતી સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. નિસર્ગ સાથે સંકળાયેલો માણસ તેનાથી અલિપ્ત કેમ રહી શકે? તેથી માનવ સમાજ પણ વસંત પંચમીનો ઉત્સવ, ઉલ્લાસ અને ઉમંગથી ઊજવે છે. 
AdvertisementAdvertisementAdvertisement

વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યોવન એ જીવનની વસંત છે. વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ. અને તેમાંયે કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે. 

વસંત ઋતુ એટલે બધી રીતે સમાનતા. આ દિવસો દરમિયાન કડકડાતી ઠંડી લાગતી નથી કે પરસેવો પાડનારો તાપ પણ હોતો નથી. દરેકને ગમે તેવુ ઋતુ, જીવનમાં વસંત ખીલવવે હોય તો જીવનમાં આવનારાં સુખદુ:ખ, જયપરાજય, યશઅપયશ વગેરેમાં સમાનતા રાખતા આવડવી જોઈએ. 

વનસ્પતિ સૃષ્ટિની જેમ માનવ જીવનમાં પણ પાનખર આવે જ છે ત્યારે ઇશશ્રદ્ધા રાખી પોતાના પુરુષાર્થમાં મક્કમતાથી મંડ્યા રહીશું તો પ્રભુ આપણું જીવન ખીલવશે જ, એવો આશાદીપ સતત પ્રજવલિત રાખવાનું સૂચન વસંત કરે છે. તે આપણું જીવન હરિયાળું બનાવશે જ, તેની ખાતરી રાખવાની છે. 

વસંત ઋતુ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. 

શિક્ષણક્ષેત્રે આ દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે છે. બદલાતા સમય સાથે આપણે ટેકનોલોજીની નજીક અને કુદરતથી દૂર થતા જઈ રહ્યા છે.  તેવા સમયે કુદરતના રૂપને નિહાળીશુ તો ખ્યાલ આવશે કે આપણે કોની અવગણના કરી રહ્યા છીએ અને શુ ગુમાવી રહ્યા છીએ.